Introduction




મને અનુભવે સમજાયું' છે કે જીવનમાં કદી કોઈને કશુંય સમજાવી ના શકાય.

હા, બહુ બહુ તો કશુક કહી શકાય ...

બહુ બહુ તો કશુક બતાવી શકાય ...

પણ, સાંભળેલી કે જોયેલી વાતને સમજવી તો જાતે જ પડે.

દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરવા અદ્યતન ઉપકરણો જ હોવા જોઈયે એવું' હવે રહ્યું' નથી.

સાદા મોબાઈલ ફોન દ્વારા પણ હવે વિડીયો રેકોર્ડ કરેલી વાત ઈન્ટરનેટ પર સરળતાથી રજુ કરી શકાય છે.

તો HD વિડીયો શુટીંગ કરવા માટેના કેમેરા પણ હવે વ્યાજબી ભાવે મળતા થઈ ગયા છે.


મેં પણ વ્યાવસાયિક નિવૃત્તિ લઇ લીધા પછી ફિલ્મ મેકીગનો શોખ વિકસાવ્યો. ફરવું અને લોકોને મળવું એ મારો યુવાનીના દિવસોથી જ ગમતો વિષય. જુદા સ્થળ, લોકો, તેમની રીતભાત, રહેણીકરણી, રીત રીવાજ, પરંપરા, ઉત્સવો, ઉજવણી, ખાનપાન અંગે જાણવું અને તેનો લ્હાવો લેવાની તક સતત શોધતો રહ્યો છું.

આમ મને થતા આવા અનુપમ અનુભવોના વર્ણન લખવાને બદલે વિડીયો રેકોર્ડ કરીને ઈન્ટરનેટ પર્ રજુ કરવાનો વિચાર આવ્યો.

બાળકો, યુવાનો, મહિલાઓ ને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા જીવનપયોગી જાણકારી તથા માહિતી આપવાના અમારા અભિયાન 'માર્ગદર્શન' માટે થતા અમારા પ્રવાસ દરમ્યાન મળતી વિપુલ તક કેવી રીતે જતી કરાય ?

એટલે, જીવનને  સમજવા માટે ... લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે આ કાર્યક્રમનું નિર્માણ હાથ પર લીધું.

અજાણ્યા લોકો સાથે સંવાદ અને વાર્તાલાપ કરીને તેમના જ શબ્દોમાં, તેમની જ લાગણી અને ભાવના સહીત જીવનપયોગી જાણકારી તથા માહિતી સભર વિડીયો કાર્યક્રમ બનાવવાનું શરુ કર્યું.

અને હવે એવા  વિડીયો અહી તમારે માટે પ્રસ્તુત કરવાની વ્યવસ્થા કરી છે.

અત્યંત ઝડપથી વિકસી રહેલા વિશ્વને એક તાંતણે બાંધી રાખવાની ક્ષમતા હવે ફક્ત ઈન્ટરનેટ પાસે જ હોય એમ લાગે છે તેથી જ તમને, મને, આપણને સૌને જીવન જીવવા જરૂરી એવી જાણકારી તથા માહિતી એક સાથે એક જ જગ્યાએથી મળી રહે તે માટે આ બ્લોગની રચના કરી છે.

જીવનને સમજવા માટે 
તમારા મનમાં ઉપસ્થિત થતા 
કોઈ પણ સવાલને અહી તમે પૂછી શકો

અને / અથવા 

એવા પુછાયેલા સવાલોના 
જવાબ જો તમારી પાસે હોય 
તો તમે આપી શકો ! 

... બસ, આ બે સગવડ અહી કરી છે.

હવે, એમાં વિડીયો, ઓડિયો જેવા માધ્યમોને સાંકળી લઈને બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ ને રસ પડે, કામ લાગે અને મદદરૂપ થઇ પડે તેવી ... ક્યા'ય પુસ્તકોમાં નોંધાયેલી ના હોય તેવી જાણકારી / માહિતી ... આ  વિડીયો કાર્યક્રમો દ્વારા અહી રજુ કરવાનો ઈરાદો છે.


ટુકમાં જીવનને સમજવા માટે .. કોઈ મોટી ફિલસુફી નહી .... પણ, સાદા .. સરળ.. સામાન્ય માનવીના દિમાગની વાતો તેના દિલથી પ્રસ્તુત કરાવવાનો આ મારો પ્રયાસ છે.

આ કાર્યક્રમની ઉપયોગીતા કેવી રીતે વધારી શકાય તે અંગે તમારા સુચનો આવકાર્ય છે.


3 comments:

  1. સાવ નવો નક્કોર. કડકડતો વિચાર છે. ગમ્યો.

    ReplyDelete
  2. કલ્પનામાં પણ ન આવી શકે એવી પ્રગતિ હાંસલ કરો છો. અભિનંદન...

    ReplyDelete
  3. રામાયણ કે મહાભારત દ્વારા જીવન સુધારવાની પધ્ધતિ હવે પુરાણી થઇ ગઈ છે. સમયના પ્રવાહ કે ધોધ સાથે હવે ઝઝુમવાનો સમય છે. તમે આ સમયને ઓળખી ગયાં છો. એટલે તમે પરમાત્માના બળે આ સરસ કાર્ય કરી રહ્યા છો. ભાગવત કથા કે રામ કથા જેટલું જ આમા પૂણ્ય છે.તમને અભિનંદન.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.